ચાકગતિ માટે પાવરનું અને ચાકગતિ માટે કોણીય વેગમાનનું સૂત્ર જણાવો.
પાતળી મીટર પટ્ટીનો એક છેડો જમીન પર રહે તેમ ગોઠવેલી છે એક છેડાનો સંપર્ક સ્થાયી રહે તેમ નીચે પડવા દેવામાં આવે છે તો તેની સૌથી ઉપરના છેડો જમીનને અથડાય ત્યારે વેગ શોધો.
ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \ m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
નિયમિત ઘનતાનો એક નાનો પદાર્થ પ્રારંભિક વેગ $v$ સાથે વક્ર સપાટી પર ઉપર તરફ ગબડે છે. પદાર્થ તેની પ્રારંભિક સ્થિતિની સાપેક્ષે $3v^2/4g$ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે. પદાર્થ કયો હશે?
$3 \;kg $ દળ અને $ 0.2 \;m$ ત્રિજયાનો એક ઘન ગોળો $7\; m$ ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?
$m$ દળના દ્ઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રથી $d$ અંતરે રહેલી અક્ષ પર તે કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $G$ માંથી પસાર થતી અક્ષને સમાંતર અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. પદાર્થની ચાકગતિ ઊર્જા કેટલી થશે ?